અમદાવાદની ૧૦ શાળાઓ - મોદી સ્ટેડીયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
શાળાઓમાં અફરાતફરીનો માહોલ છવાયો : વિદ્યાર્થીઓને તાત્કાલીક રજા આપી દેવાઈ : પોલીસ તંત્ર, બોમ્બ સ્કવોડ, ફાયર બ્રિગેડ દ્વારા સઘન તપાસ
(બ્યુરો) અમદાવાદ તા.૭
અમદાવાદની ૧૦ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા ફાયર વિભાગ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને પોલીસની ટીમ અલગ અલગ સ્કૂલો પર પહોંચી છે. ઝાયડસ સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા છે. મોટાભાગની પશ્ચિમ વિસ્તારની સ્કૂલને ધમકી મળી છે.
ઇમેલમાં સ્કૂલ ઉપરાંત દિલજીત દોસાતનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ થવાનો છે તેનો પણ ઉલ્લેખ કરીને બોમ્બ ઉડાવાની ધમકી આપી છે.
ઝાયડસ સ્કૂલ વેજલપુર, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ, SGVP સ્કૂલ,છારોડી, સંત કબીર સ્કૂલ, એશિયા સ્કૂલ ડ્રાઈવ ઇન રોડનો સમાવેશ થાય છે.
DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે. સ્કૂલમાં પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢીને વાલીઓને સોંપવા સૂચના આપવામાં આવી છે. આ કથીત ઈમેલમાં ખાલીસ્તાન નેશનલ આર્મી એન્જી. ગુરખનસિંહ, રૂકનશાહવાલા ડો.ગુરનિરવૈર સિંહ, ખાનરાજદા બબ્બર ખાલસા (પરમાર-કેનેડા) પ્રો.ગુરકાલ સિંહ પીએચડી, ખેમ કરણ પ્રો.ગુરંગાર સિંહ જંડિયાલા ગુરૂ વગેરે નામો લખેલા છે.


