માંગરોળ ન.પા.ને સ્વચ્છતા માટે કુલ ૧પ વાહનો ફાળવાયા
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૩
માંગરોળ ન.પા.ને સફાઈ અને સ્વચ્છતા માટે સ્વણિર્મ ગુજરાત અંતર્ગત નાના મોટા મળી કુલ નવા ૧૫ વાહનો ફાળવાયા છે. ત્યારે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી બહેતર બનવાની લોકોમાં આશા જાગી છે. હાલ શહેર અને બંદર વિસ્તારમાંથી ડોર ટુ ડોર તથા કચરાના પોઈન્ટ પરથી દરરોજ આશરે ૨૨ થી ૨૫ ટન કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે. અમુક વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરીમાં અનિયમિતતાની ફરીયાદો ઉઠવા પામી હતી. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા સફાઈ સંબંધે ૧૦ ટીપર વાન, ૨ મોટા પીકઅપ તથા ૩ મીની ટ્રેકટરો પાલિકાને ફાળવવામાં આવ્યા છે. સાંસદ, ધારાસભ્ય, ન.પા. પ્રમુખ, ઉ.પ્ર., ચિફ ઓફીસર, શહેર ભાજપ પ્રમુખ, ન.પા. સદસ્યો સહિતનાની હાજરીમાં આ વાહનોનું લોકાર્પણ કરાયું હતું. આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ "કિલન માંગરોળ, ગ્રિન માંગરોળ" બનાવવા લોકોનો પણ સહયોગ જરૂરી હોવાનું જણાવ્યું હતું.



