ખંભાળિયામાં ઇન્ડિયન રેડક્રોસ સંસ્થા દ્વારા વિનામુલ્યે થેલેસેમીયા ચેકઅપ કેમ્પ યોજાયો

ખંભાળિયામાં ઇન્ડિયન રેડક્રોસ સંસ્થા દ્વારા વિનામુલ્યે થેલેસેમીયા ચેકઅપ કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૩
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ દ્વારા તાજેતરમાં અહીંની એસ.અને.ડી.ટી. શાળા ખાતે વિના મૂલ્યે થેલેસેમીયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના દાતા સ્વ. નાથાલાલ ગોરધનદાસ ઠક્કર(દતાણી) પરિવાર તથા વી.યુ.બી. ફાઉન્ડેશનના આર્થીક સહયોગથી યોજવામાં આવેલા આ થેલેસેમીયા ચેક અપ કેમ્પમાં સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવિધ કોલેજ તેમજ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો પ્રારંભ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરાગભાઈ બરછાના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં સ્વાગત પ્રવચન રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કીરીટભાઈ મજીઠીયાએ કરી, સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સંસ્થાના સંજયભાઈ તેમજ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરાગભાઈ બરછા દ્વારા થેલેસેમીયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ થી ખાસ આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સંસ્થાની ટીમ દ્વારા આ કેમ્પમાં કુલ ૪૧૬ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું થેલેસેમીયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન માટે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરાગભાઈ બરછા, જોઇન્ટ સેક્રટરી શૈલેષભાઈ કાનાણી તેમજ સ્ટાફનો સહકાર સાંપડ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, સેક્રેટરી શૈલેષભાઈ કાનાણી, શ્રેયસભાઈ મજીઠીયા સુંદરજીભાઈ સુરેલિયા, મિલનભાઈ કોટેચા, નંદનભાઈ સિમરિયા, ડો . ઓમેશભાઈ નકુમ, ડો.હિનાબેન નકુમએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના હિરેનભાઈ જેઠવાએ કર્યું હતું.