અધિક જેઠ માસ 'પુરુષોત્તમ માસ' નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરાયું
બોટાદ તા.3
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરુષોત્તમ માસ’ અંતર્ગત અખાત્રીજ(અક્ષય તૃતિયા) ઉત્સવ નિમિત્તે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 03-06-2026, બુધવારેના દાદાને મોતી-ગુલાબની પાંખડીના દિવ્ય વાઘાનો સિંહાસને ઓર્કિડ-મોગરો-ગુલાબના મિક્સ ફૂલોનો નયનરમ્ય અને કલાત્મક શણગારના અદ્ભુત સ્વરૂપના દર્શન કરી હજારો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.મંદિરના ગર્ભગૃહમાં દાદાની આસપાસ આકર્ષક પુષ્પો ગુલાબી, વાદળી, સફેદ અને જાંબલી રંગના તાજા ફૂલો વડે તેમજ કલાત્મક રીતે કેળના પાનનો ઉપયોગ કરી શણગાર કરાયો હતો, મોર, કમળની પ્રતિકૃતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અથાણાંનો અન્નકૂટ તેમજ મીઠાઈનો છપ્પન ભોગ અન્નકૂટ ધરવાયો હતો. શણગાર આરતી: સવારે ૦૫:૪૫ કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. સાંજે 05:00 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 07:00 કલાકે દાદાની દિવ્યસંધ્યા આરતી કલાકે કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
ભગવાન શ્રી રામના સમર્પિત સેવક હનુમાનજી મહારાજ પણ એક રાજાની જેમ પોતાનાં ભક્તોના કષ્ટોને નિરંતર દૂર કરે છે, તેથી જ શ્રી સાળંગપુરધામમાં કોઈને કોઈ કારણસર રાજોપચાર પૂજન કરવામાં આવે છે. જે ઉપચારથી રાજા પ્રસન્ન થાય છે તેને રાજોપચાર પૂજા કહે છે. શ્રી હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે. જેઓ વેદોના રહસ્યો જાણે છે, તેથી જ રાજોપચાર પૂજામાં ચાર વેદના મંત્રો સૌપ્રથમ હનુમાનજી મહારાજને સમર્પિત થાય છે.
ત્યાર બાદ પ્રાન્તિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો અને ગાનું પણ હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.જેમ રાજાને સંગીત અને નૃત્ય ગમે છે, તેવી જ રીતે હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી.







