અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જાેઈને ફયુઅલ સ્વીચ બંધ કરી હતી : ઈટાલીયન અખબારનો ચોંકાવનારો દાવો

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જાેઈને ફયુઅલ સ્વીચ બંધ કરી હતી : ઈટાલીયન અખબારનો ચોંકાવનારો દાવો

(એજન્સી)   નવી દિલ્હી, તા.૧૨:
એક ઇટાલિયન અખબારે એવો સનસનીખેજ દાવો કર્યો છે કે ભારતીય તપાસકર્તાઓ તેમના અહેવાલમાં એવું તારણ કાઢી શકે છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ એક જ પાઇલટના એક્શનના  કારણે ક્રેશ થયું હતું. પશ્ચિમી ઉડ્ડયન એજન્સીઓના સૂત્રોને ટાંકીને અખબારે જણાવ્યું છે કે ભારતીય તપાસકર્તાઓ તેમના અંતિમ તપાસ અહેવાલમાં એવું તારણ કાઢી શકે છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ક્રેશ થયું કારણ કે એક પાયલોટે ‘લગભગ જાણી જોઈને‘ વિમાનની  ઇંધણ સ્વીચ બંધ કરી દીધી હતી.
ઇટાલિયન અખબાર કોરીએર ડેલા સેરાએ પશ્ચિમી ઉડ્ડયન એજન્સીઓના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તપાસકર્તાઓ તેમના અંતિમ અહેવાલમાં એવું તારણ કાઢે તેવી શકયતા છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ક્રેશ થયું કારણ કે એક પાઇલટે ‘લગભગ ચોક્કસપણે‘ ઇંધણ સ્વીચ બંધ કરી દીધી હતી આ નિષ્કર્ષ કોકપીટ વૉઇસ રેર્કોડિંગની તપાસ અને વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી જોવા મળી ન હતી તે હકીકત પર આધારિત છે.
પશ્ચિમી ઉડ્ડયન એજન્સીઓએ જણાવ્યું છે કે તપાસમાં હજુ સુધી કોઈ ટેકનિકલ ખામી બહાર આવી નથી. અહેવાલ મુજબ, કોકપીટ વોઇસ રેર્કોડિંગમાં એ પણ ખુલાસો થયો છે કે કયા પાઇલટે ફયુઅલ સ્વીચ બંધ કરી હતી. આ એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર ફ્લાઇટ અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહી હતી. આ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ અને સહ-પાયલટ કેપ્ટન ક્લાઇવ કુંદર ઉડાડી રહ્યા હતા.