અમેરીકાએ ચીનની મુખ્ય તેલ રિફાઈનરી પર પ્રતિબંધ મુકયો

અમેરીકાએ ચીનની મુખ્ય તેલ રિફાઈનરી પર પ્રતિબંધ મુકયો

(એજન્સી)      વોશિંગ્ટન તા.૨૫:
ટ્રમ્પ વહીવટીતંત્રે અબજો ડોલરના ઈરાની તેલ ખરીદવા બદલ ચીનની એક મુખ્ય તેલ રિફાઇનરી પર પ્રતિબંધો લાદ્યા છે. આ પગલું ઈરાનના આવકના મુખ્યસ્ત્રેત તેની તેલ નિકાસને સંપૂર્ણપણે કાપી નાખવાના હેતુથી વ્હાઇટ 
હાઉસના વ્યાપક અભિયાનનો એક ભાગ છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું કે તેણે હેંગલી પેટ્રોકેમિકલ રિફાઇનરીને નિશાન બનાવી છે, તેને ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે ઈરાનના સૌથી મોટા ગ્રાહકોમાંની એક છે.
વિભાગે આશરે ૪૦ શિપિગ કંપનીઓ અને જહાજો પર પણ પ્રતિબંધો લાદ્યા છે જે ઈરાનના શેડો ફલીટ તરીકે સેવા આપે છે. શેડો ફલીટ્સ એવા ફલીટ્સ છે જે કોઈ દેશ માટે કાર્ય કરે છે પરંતુ તેનો ધ્વજ લહેરાવતા નથી. આ શેડો ફલીટ્સ પ્રતિબંધોથી બચવા માટે કાર્ય કરે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાં તેમના ચીની સમકક્ષ શી જિનપિગ સાથે મળવાના થોડા અઠવાડિયા પહેલા આ પ્રતિબંધો આવ્યા છે.
અમેરિકા દ્વારા લક્ષ્ય બનાવાયેલ રિફાઇનરી, હેંગલી પેટ્રોકેમિકલ, જે બંદર શહેર ડેલિયનમાં સ્થિત છે, તેની ક્રૂડ ઓઇલ પ્રોસેસિગ ક્ષમતા આશરે ૪૦૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ છે. આ ક્ષમતા તેને ચીનની સૌથી મોટી સ્વતંત્ર રિફાઇનરીઓમાંની એક બનાવે છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે હેંગલી ૨૦૨૩ થી ઇરાની ક્રૂડ ઓઇલ શિપમેન્ટ મેળવી રહ્યું છે.