અયોધ્યા રામ મંદિર દાન ચોરી પ્રકરણમાં SIT દ્વારા મોટા એકશનની તૈયારી : ટ્રસ્ટના મહાસચીવ ચંપત રાય સહિત અનેકની ધરપકડ થશે?

આજે મુખ્યમંત્રી યોગીને તપાસ અહેવાલ સુપ્રત કરાશે

અયોધ્યા રામ મંદિર દાન ચોરી પ્રકરણમાં SIT દ્વારા મોટા એકશનની તૈયારી : ટ્રસ્ટના મહાસચીવ ચંપત રાય સહિત અનેકની ધરપકડ થશે?

લખનૌ/અયોધ્યા તા.22
રામ મંદિરના ચડાવા ચોરીના મામલામાં એસઆઇટી મોટા એકશનની તૈયારી કરી રહી છે. રામ મંદિરમાં ચઢાવાની ચોરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, એટલે કે SIT આજે મુખ્યમંત્રી યોગીને પ્રારંભિક રિપોર્ટ સોંપી શકે છે. SITએ 7 પેન ડ્રાઇવમાં ડેટા સેવ કર્યો છે. 6 દિવસની તપાસમાં 150 શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. તેમાંથી 25 લોકો પર કાર્યવાહી થઈ શકે છે. જે લોકોની SIT પૂછપરછ કરી ચૂકી છે, તેમને આગામી આદેશ સુધી ક્યાંય બહાર ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. આમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રા પણ સામેલ છે.
SIT આ મામલે આજે કે કાલે FIR પણ કરાવી શકે છે. ચંપત રાયના નજીકના રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને અનુકલ્પ સહિત 80 લોકોને નામજોગ કરી શકાય છે. આમાં ટ્રસ્ટના પદાધિકારીઓના નામ પણ જણાવવામાં આવી રહ્યા છે. ટિન્નુ ચંપત રાયનો નજીકનો છે. દાનની રકમની ગણતરી સંબંધિત કામ જોતો હતો. તેના પર આરોપ છે કે તેણે 8 મહિનાની CCTV ફૂટેજ ડિલીટ કરાવી દીધા. જ્યારે, અનુકલ્પ મિશ્રા પણ રામ મંદિરમાં નોકરી કરે છે.