આનંદો... આજે ગમે તે ઘડીએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી

આનંદો... આજે ગમે તે ઘડીએ કેરળમાં ચોમાસાની એન્ટ્રી

(એજન્સી)        પુણે તા.4
નૈઋત્ય ચોમાસુ પાંચ દિવસ વ્હેલુ આવવાની આગાહી પછી તે ચાર દિવસ મોડુ થયુ છે અને આજે હવે તે ગમે તે ઘડીએ કેરળમાં સતાવાર એન્ટ્રી થાય સંજોગો સર્જાયા છે. ચોમાસાના વિધિવત પ્રવેશ સાથે જુદી-જુદી સીસ્ટમ હેઠળ દેશના 17 રાજયોમાં આંધી-વંટોળ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ દાવો કર્યો છે કે નૈઋત્ય ચોમાસાના પવનો આજે કેરળમાં પ્રવેશી શકે છે. તેના માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. કેરળ ઉપરાંત, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે.
અગાઉ ચોમાસું ૨૬ મેના રોજ કેરળ પહોંચવાનો અંદાજ હતો, પરંતુ આ નિર્ધારિત તારીખથી 9 દિવસ મોડું થયું છે. સામાન્ય રીતે તે 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લે છે.
આ તરફ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પ્રી-મોન્સુન સક્રિય થઈ ગયું છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે.