ઉના બાયપાસ ઉપર વનરાજે મારી શાહી લટારનો વિડીયો વાયરલ
ગીર સોમનાથ તા. ૪
ગીર સોમનાથ જીલ્લાનાં ઉના બાયપાસ પર વનરાજાએ લટાર મારી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઉના બાયપાસ પર લામધારથી કન્સારી બાયપાસ પર રાત્રીનાં વનરાજ આવી ચડયા હતાં. જેને લઈને હાઈવે પરથી પસાર થતા વાહનો થંભી ગયા હતાં. વનરાજાએ નેશનલ હાઈવેને ક્રોસ કર્યો હતો. અને આ શાહી લટારને વાહન ચાલકોએ મોબાઈલમાં વિડીયો કેદ કર્યો હતો. અને જેને લઈને આ વિડીયો વાયરલ થઈ રહયો છે.


