આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડાયરેકટરનું નિવેદન મુસ્લીમોએ મથુરા-જ્ઞાનવાપી પરનો દાવો છોડી દેવો જાેઈએ

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડાયરેકટરનું નિવેદન મુસ્લીમોએ મથુરા-જ્ઞાનવાપી પરનો દાવો છોડી દેવો જાેઈએ

કોઝિકોડ તા.૩
ઇન્ડિયા આકિર્યોલોજિકલ સર્વે (ASI) ના પૂર્વ રિજનલ ડાયરેક્ટર કેકે મુહમ્મદે કહ્યું છે કે મુસલમાનોએ વધુ બે ઐતિહાસિક સ્થળો છોડી દેવા જોઈએ જે મંદિરો પણ છે. પહેલું- મથુરા જે ભગવાન કૃષ્ણનું જન્મસ્થાન છે. બીજું- જ્ઞાનવાપી જે ભગવાન શિવ સાથે સંકળાયેલું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કેકે મુહમ્મદે કહ્યું કે આ સ્થળો મુસલમાનોએ હિંદુ સમુદાયને ભવ્ય હિંદુ મંદિર બનાવવા માટે સોંપી દેવા જોઈએ. મથુરા-કાશી હિંદુઓ માટે એટલા જ મહત્વપૂર્ણ છે જેટલા મક્કા અને મદીના મુસલમાનો માટે છે.
જોકે તેમણે એવો પણ સુઝાવ આપ્યો કે હિંદુ સમુદાયે અયોધ્યા, વારાણસી અને મથુરા સિવાય દરેક મસ્જિદ પાછળ ન જવું જોઈએ. બંને સમુદાયોના નેતૃત્વએ કેટલીક શરતો પર સહમત થવું જોઈએ.
કેકે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના નોર્થ ઝોનના રિજનલ ડાયરેક્ટર તરીકે ૨૦૧૨ માં નિવૃત્ત થઈ ચૂક્યા છે. તેઓ ૧૯૭૬ માં બીબી લાલની એ ટીમનો ભાગ હતા, જેણે બાબરી મસ્જિદનું ખોદકામ કર્યું હતું.