ઉનાના ગીરગઢડા રોડ પર મચ્છુન્દ્રી નદીનાં પુલ પરથી યુવકે છલાંગ લગાવતા ગંભીર ઈજા

ઉનાના ગીરગઢડા રોડ પર મચ્છુન્દ્રી નદીનાં પુલ પરથી યુવકે છલાંગ લગાવતા ગંભીર ઈજા

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. ર૭
ઉના શહેરનાં ગીરગઢડા રોડ પર મચ્છુન્દ્રી નદીનાં પુલ પરથી યુવકે છલાંગ લગાવી દેતા પુલ પરથી તે નીચે પટકાયો હતો અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગીરગઢડા રોડ પર નાળા નજીક આ બનાવ બનવા પામ્યો હતો. આ ઘટના બાદ પુલ નીચે ઈજાગ્રસ્ત હાલતમાં યુવક મળી આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્ત યુવાનને બહાર કાઢી અને સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકે આત્મહત્યાનાં પ્રયાસનાં હિસાબે છલાંગ લગાવી હોવાની આશંકા છે. સમગ્ર મામલે ઉના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.