ગાઝા પીસ બોર્ડમાં શામેલ થવા ભારતને ટ્રમ્પનું આમંત્રણ

ગાઝા પીસ બોર્ડમાં શામેલ થવા ભારતને ટ્રમ્પનું આમંત્રણ

(એજન્સી)        વોશિંગ્ટન તા.૧૯
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના ‘બોર્ડ ઓફ પીસ‘ (શાંતિ બોર્ડ) માં શામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. ભારતમાં ેંજીના એમ્બેસેડર સજિર્યો ગોરે ટ્વીટ કરીને જાણકારી આપી. આ સાથે જ પાકિસ્તાનને પણ આ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે રવિવારે તેની પુષ્ટિ કરી.
ખરેખર, ગાઝા પીસ પ્લાન બીજા તબક્કામાં પહોંચી ગયો છે. ટ્રમ્પે ગાઝાના વહીવટ અને પુનનિર્ર્માણ માટે નેશનલ 
કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા (દ્ગઝ્રછય્) ની રચનાની જાહેરાત કરી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે શનિવારે જણાવ્યું હતું કે ગાઝા માટે બનાવવામાં આવેલા નવા વહીવટી બોર્ડની જાહેરાત અમેરિકાએ ઇઝરાયેલ સાથે વાતચીત 
કર્યા વિના કરી છે. ઇઝરાયેલનું 
કહેવું છે કે આ ર્નિણય તેની સરકારી નીતિ વિરુદ્ધ છે.