ગીર જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ અંગે ચાર શખ્સો ઝડપાયા

ગીર જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ અંગે ચાર શખ્સો ઝડપાયા

ગીર સોમનાથ તા. ૧
સાસણ રેન્જમાં પેટ્રોલીંગ દરમ્યાન અમૃતવેલ રાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા અંગે ચાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરવાનગી વગર અભ્યારણ વિસ્તારમાં પ્રવેશ કરતા માંગરોળનાં ચાર રહેવાસીઓ પકડાયા હોવાનું બહાર આવેલ છે. વન વિભાગે આ ચાર શખ્સો વિરૂધ્ધ દાખલ કરી રૂા. પ૦ હજારનો દંડ વસુલ કરેલ છે.