ગ્લોબલ વોર્મિંગ : દુનિયાને ગરમ થતી રોકવી અશક્ય

પૃથ્વીનું તાપમાન ૧.પ ડીગ્રી વધી જશે : ગંભીર પરિણામોની ચેતવણી

ગ્લોબલ વોર્મિંગ : દુનિયાને ગરમ થતી રોકવી અશક્ય

(એજન્સી)       નવી દિલ્હી તા.૩:
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એક નવા રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હવે દુનિયાને વધુ ગરમ થતી રોકવી અશક્ય બની ગઈ છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે આપણે ગ્લોબલ ર્વોમિંગને ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી અટકાવી શકીશું, પરંતુ હવે તે સીમા તૂટવી નક્કી છે.
હવે મોટો સવાલ એ છે કે આપણે આ ગરમીને કેટલી ઝડપથી નિયંત્રણમાં લાવી શકીએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો, આવનારા સમયમાં આપણી પૃથ્વી પહેલાં કરતાં વધુ ગરમ હવામાનનો સામનો કરવા જઈ રહી છે. આ વધારાનાં કારણે ભવિષ્યમાં આપણી આવનારી પેઢીઓ માટે પણ ઋતુઓનું સંતુલન જાળવવું મુશ્કેલ બની જશે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હવે એવો કોઈ જ રસ્તો બચ્યો નથી જેનાથી તાપમાનને વધતું અટકાવી શકાય. શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવે તો પણ દુનિયાનું તાપમાન ઘટે તે પહેલા ૧.૮ થી ૨ ડિગ્રી સુધી વધી જશે.