ચીન અમેરીકાનો નં.૧ દુશ્મન : જાે યુએસ ભારત સાથે સંબંધ તોડી નાખે છે તો તે બહુ મોટુ નુકશાન હશે : કોંગ્રેસમેન
(એજન્સી) વોશિંગ્ટન તા.૧૩:
ટેરિફ તણાવ વચ્ચે વોશિગ્ટનથી સારા સમાચાર આવ્યા છે. યુએસ કાયદા ઘડનારાઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચીન અમેરિકાનો નંબર વન દુશ્મન છે, અને ભારત આ યુદ્ધમાં તેમના સૌથી મોટા સાથી તરીકે ઉભરી રહ્યું છે. વોશિગ્ટનમાં ઝ્રજીૈંજી ફોરમમાં, યુએસ કાયદા ઘડનારાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચીન આજે અમેરિકા માટે સૌથી મોટો વ્યૂહાત્મક ખતરો છે, અને ભારત જેવી લોકશાહી શક્તિ જ આ પડકારનો જવાબ આપી શકે છે.
ઝ્રજીૈંજી (સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ) ફોરમમાં, કેલિફોનિર્યાના કોંગ્રેસમેન અમી બેરાએ સ્પષ્ટપણે કહ્યું, અમે જાણીએ છીએ કે બૈજિગમાં આપણો દુશ્મન કોણ છે.ૅ તેમણે સમજાવ્યું કે ચીન સાથેની સ્પર્ધા હવે સુરક્ષા, ટેકનોલોજી અને અર્થતંત્ર સહિત દરેક ક્ષેત્રમાં યુએસ વિદેશ નીતિને આકાર આપી રહી છે. આ વિશ્વની સૌથી મોટી સ્પર્ધા હશે, બેરાએ કહ્યું. લોકશાહી, મુક્ત બજારો અને ઉદ્યોગસાહસિકતા જેવા મૂલ્યો પર નવા વૈશ્વિક માળખા બનાવવામાં આવશે. જ્યોજિર્યાના કોંગ્રેસમેન રિચ મેકકોમિર્કે ચેતવણી આપી હતી કે જો યુએસ ભારત સાથેના સંબંધો તોડી નાખે છે, તો તે એક મોટું નુકસાન હશે. તેમણે કહ્યું, જો ભારત રશિયા અને ચીન સાથે જોડાણ કરે છે, તો આપણું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. પરંતુ જો ભારત અને અમેરિકા એક થાય છે, તો બંને દેશો આગામી ૧૦૦ વર્ષ માટે વૈશ્વિક શાંતિ અને નેતૃત્વ પ્રદાન કરી શકે છે. મેકકોમિર્કે કહ્યું કે ભારતની લોકશાહી વિવિધતા ચીનના કેન્દ્રિય મોડેલ કરતાં ઘણી શ્રેષ્ઠ છે.


