જૂનાગઢ જીલ્લા પંચાયતનાં હોદેદારોની વરણી માટેની આવતીકાલે સેન્સ પ્રક્રિયા : સોમવારે પ્રમુખ પદના ઉમેદવાર જાહેર થશે
જૂનાગઢ તા. ર
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો તેમજ ૯ તાલુકા પંચાયતની બેઠકો અને કેશોદ નગરપાલીકાની યોજાયેલી ચુંટણીઓનું પરીણામ જાહેર થયા બાદ નવા હોેદારોની વરણી માટેનો તખ્તો ભાજપ દ્વારા ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લા માટે આજે અને આવતીકાલે બે દિવસ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપનાં પ્રભારી તેમજ ધારાસભ્ય સહીતનાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની પ્રક્રિયા જાેરશોરથી ચાલી રહી છે. આવતીકાલે જૂનાગઢ જીલ્લા પંચાયત માટે હોદેદારોની વરણી માટે સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ જીલ્લા પંચાયતનાં પ્રમુખ સામાન્ય મહિલા બેઠક હોય જેથી ચુંટાયેલા ૭ મહિલાઓ વચ્ચે ભારે સ્પર્ધા જાેવા મળી રહી છે. આવતીકાલે સેન્સ પ્રક્રિયા લેવાયા બાદ સોમવારે જીલ્લા પંચાયત પ્રમુખની જાહેરાત થાય તેવી શકયતા છે.


