જૂનાગઢ નોબલ સ્કૂલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા : નૈત્રી યજ્ઞેશભાઈ ભટ્ટનું સન્માન કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.29
જૂનાગઢના BAPS અક્ષરમંદિર ખાતે શહેરની નોબલ સ્કૂલ દ્વારા સ્ફુલના 275 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ધો.10 અને 12 બોર્ડના ટોપર વિદ્યાર્થીઓએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. કેજીથી લઈ ધો.12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ 1થી 9 ધોરણ અને 11 ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. તેમજ 2026માં ધો.10 બોર્ડની પરીક્ષામાં 99.97 પીઆર સાથે બોર્ડમાં 3જા ક્રમે આવનાર વિદ્યાર્થીની બંસી કક્કડને સિલ્વર મેડલ સાથે શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. તેમજ ધોરણ 10માં અભ્યાસ કરતી નૈત્રી યજ્ઞેશભાઈ ભટ્ટ જે જૂનાગઢ જિલ્લા પ્રેસ રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટની દીકરી છે એમણે ધોરણ 10માં A2 ગ્રેડ 85.73 % સાથે નોબલ સ્કૂલ દ્વારા નૈત્રી યજ્ઞેશભાઈ ભટ્ટનું સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અક્ષર મંદિરના કોઠારી સ્વામી ધર્મવીજય સ્વામી તેમજ નોબલ સ્કૂલનાં કે.ડી. પંડ્યા તેમજ શિક્ષકો, વાલીઓ પણ જોડાયા હતા. નોબલ સ્કૂલનાં સંચાલક કે.ડી. પંડ્યા દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી અભ્યાસ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.


