જૂનાગઢ-ભેસાણ રોડ ઉપર ચોકલી નજીક ‘એનરાઈઝ બાય સયાજી’ રીસોર્ટનો આવતીકાલે શુભારંભ

જૂનાગઢ-ભેસાણ રોડ ઉપર ચોકલી નજીક ‘એનરાઈઝ બાય સયાજી’ રીસોર્ટનો આવતીકાલે શુભારંભ

જૂનાગઢ તા.ર : 
જૂનાગઢ-ભેસાણ રોડ ઉપર આવેલ ચોકલી ગામે એનરાઈઝ બાય સયાજી રીસોર્ટનો આવતીકાલે શુભારંભ કરવામાં આવી રહેલ છે. આ રીસોર્ટનું સંચાલન વડોદરાની સયાજી હોટેલ્સ ગૃપ દ્વારા કરવામાં આવશે. આ રીસોર્ટના સ્થાપક પોતે મુળ મજેવડી ગામના વતની છે.અને તેઓએ અહીં આવનારા લોકોને માટે સારી સુવિધા પ્રાપ્ત થાય તેવુ ભવ્ય નિર્માણ કરેલ છે. આ રીસોર્ટમાં 1BHK સાથેના 24 વીલા, બાવન લોકો બેસી શકે તેવી મલ્ટી કયુઝીન રેસ્ટોરન્ટ, 300 લોકોને સમાવી શકે એવો થિયેટર સ્ટાઈલના સેટઅપ સાથેનો બેન્કવેટ હોલ, 500 લોકો ભાગ લઈ શકે એવી આઉટડોર સેલીબ્રેશન કરી શકાય તેવી લોન અને સ્વીમીંગ પુલ પણ અહીં ઉપલબ્ધ છે. આ રીસોર્ટ જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ફકત 10 કિ.મી.ના અંતરે આવેલ છે અને તે ગિરનારના અભ્યારણ્યને અડીને જ આવેલો છે. આ ભવ્ય રીસોર્ટનો આવતીકાલે શુભારંભ કરવામાં આવી રહેલ છે ત્યારે આ રીસોર્ટના માલીક-સંચાલકને શુભેચ્છકો, સ્નેહી મિત્રો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.