જૂનાગઢ મનપાનાં ડે. મેયર આકાશ કટારા સામે સ્ટ્રીટ લાઈટ શાખાનાં કર્મચારી તુલસી જુમાણીનાં ગંભીર આક્ષેપો : ભારે ચર્ચા

જૂનાગઢ મનપાનાં ડે. મેયર આકાશ કટારા સામે સ્ટ્રીટ લાઈટ શાખાનાં કર્મચારી તુલસી જુમાણીનાં ગંભીર આક્ષેપો : ભારે ચર્ચા

જૂનાગઢ તા. ર૪
તાજેતરમાં જૂનાગઢ મનપાનાં ડે.મેયર આકાશ કટારાએ સ્ટ્રીટ લાઈટ શાખાનાં કર્મચારી તુલસી જુમાણી સામે ફરીયાદો હોવાનું કહીને તેમને સોનાપુરી ખાતે ખસેડવાની માંગણી સાથે કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હોવાનાં બનાવને લઈને સારી એવી ચર્ચા ઉઠવા પામી છે. આકાશ કટારાએ વધુમાં એવું કારણ દર્શાવ્યું હતું કે, જયારે પણ કોઈ આ કર્મચારીને ફોન કરે છે ત્યારે તેનો ફોન નોટ રીચેબલ હોય છે તેમજ દારૂ પીવાની ટેવ હોવાથી તેના ઠેકાણા હોતા નથી તેવી વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી જેથી તેની બદલી માટેનો પત્ર કમિશ્નરને પાઠવવામાં આવ્યો હોવાનું જણાવેલ છે તો બીજી તરફ સ્ટ્રીટ લાઈટ શાખાનાં કર્મચારી તુલસી જુમાણીએ પોતાની બદલી બાબતે ભારે સ્ફોટક નિવેદન આપેલ છે. તેમણે આકાશ કટારા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે તેને લઈને આ મુદો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. સ્ટ્રીટ લાઈટ શાખાનાં કર્મચારી તુલસી જુમાણીનાં જણાવ્યા અનુસાર તેઓ સ્ટ્રીટ લાઈન શાખામાં ઘણા વર્ષોથી ફરજ બજાવે છે. આજદિવસ સુધીમાં કોઈ અધિકારી કે કોઈ કોર્પોરેટર કે કોઈએ તેમની કામગીરી સામે ફરીયાદ કરી નથી. ૮ કલાકની નોકરીમાં તેઓ૧પ -૧પ કલાક સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.
કોર્પોરેશનમાં સ્ટ્રીટ લાઈટ સંબંધે ફરીયાદો આવે ત્યારે એકજ ફોન હોવાથી આ ફોન વ્યસ્ત આવતો હોય છે જેના કારણે શહેરમાં જયારે પણ લાઈટ સંબંધી ફરીયાદ હોય ત્યારે આ ફોન ઉપર કોન્ટેકટ ન થતો હોય જેથી તેઓ જે તે કોર્પોરેટરને કરતા હોય છે. તેમજ લાઈટ શાખામાં પણ ફોન આવતા હોય, લોકોની કયાંય પણ ફરીયાદ હોય તો તાત્કાલીક અસરથી આ ફરીયાદનો અમારા દ્વારા નીકાલ કરવામાં આવતો હોય છે તેમ તુલસી જુમાણીએ જણાવેલ છે. વિશેષમાં તેમણે એમ પણ જણાવેલ કે ડે. મેયર આકાશ કટારાએ મને ફોન કરીને એવું કહયું હતું કે, મારા વોર્ડમાં કોઈપણ ફરીયાદ આવે તો મને પુછયા વગર આવવું નહી અને હું કહુ કે તમારે આ વસ્તુ રીપેર કરવાની છે તો જ ધક્કો ખાવો તેમ ડે. મેયરે જણાવ્યું હતું તેવા ગંભીર પ્રકારનાં આક્ષેપો તુલસી જુમાણીએ ડે. મેયર સામે કરતા ભારે ચર્ચા જાગી ઉઠી છે.