જાેર કા ઝટકા ધીરે સે લગે... દિવાળી બાદ મોબાઈલ રીચાર્જ વધુ મોંઘા થશે

જાેર કા ઝટકા ધીરે સે લગે... દિવાળી બાદ મોબાઈલ રીચાર્જ વધુ મોંઘા થશે

(એજન્સી)    નવી દિલ્હી,તા.૨૨:
નવેમ્બર અથવા ડિસેમ્બર એવા મહિના હશે જ્યારે ટેલિકોમ કંપનીઓ ફરીથી તેમના મોબાઇલ પ્લાન વધારી શકે છે.  અગાઉના અહેવાલોમાં પણ સંકેત 
આપવામાં આવ્યો છે કે ટેલિકોમ કંપનીઓ વર્ષના અંત સુધીમાં પ્રીપેડ અને પોસ્ટપેઇડ ટેરિફ પ્લાન વધારી શકે છે. નિષ્ણાતોના મતે, કંપનીઓ હવે સ્પર્ધાને બદલે આવક અને નાણાકીય સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરિણામે, નવેમ્બર અને ડિસેમ્બરમાં મોબાઇલ રિચાર્જનું ગણિત સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ઘણા અહેવાલો દાવો કરે છે કે દિવાળી પછી આવું થશે. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના અહેવાલ મુજબ, આગામી થોડા મહિનામાં ટેરિફ દરમાં ૧૨ થી ૧૫ ટકાનો વધારો થઈ શકે છે. 
એ નોંધનીય છે કે એરટેલે થોડા અઠવાડિયા પહેલા જ તેના પોસ્ટપેઇડ પ્લાનના ભાવમાં વધારો કર્યો હતો. તેથી, જો તમે આજે ૩૦૦ રૂપિયાનો પ્લાન રિચાર્જ કરો છો, તો શક્ય છે કે તમારે આગામી મહિનાઓમાં ૩૫-૪૫ રૂપિયા વધુ ખર્ચ કરવા પડશે.