દેશભરમાં પેટ્રોલપંપો - LPG સ્ટેશનો પર લાંબી કતારો : બુકિંગ સીસ્ટમ ઠપ્પ : બમણી કિંમતે પણ સીલીન્ડર મળતા નથી

દેશભરમાં પેટ્રોલપંપો - LPG સ્ટેશનો પર લાંબી કતારો   : બુકિંગ સીસ્ટમ ઠપ્પ : બમણી કિંમતે પણ સીલીન્ડર મળતા નથી

(એજન્સી)  નવી દિલ્હી,તા.૧૩:
પશ્ચિમ એશિયાના સંકટને કારણે ભારતમાં ઊર્જાની કોઇ અછત નથી તેવી સરકારે સ્પષ્ટતા કરી હોવા છતાં દેશભરમાં ઇંધણની કથિત અછતને કારણે ગભરાટ વચ્ચે પેટ્રોલ સ્ટેશનો અને ઘરેલું LPG સેન્ટરો પર લાંબી કતારો જોવા મળી હતી. સિલિન્ડરના બુકિગ માટે ભારે ધસારાને કારણે ઓઇલ માર્કેટિગ કંપનીઓની બુકિગ સિસ્ટમ પણ ઠપ થઈ હતી. ગેસ એજન્સીઓએ વારંવાર સર્વર ક્રેશ થવાની જાણ કરી હતી.
ઉત્તરાખંડ સરકારે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પ્રાથમિકતાના આધારે કોમશિર્યલ ગેસ સિલિન્ડર પૂરા પાડવાનો ર્નિણય કર્યો હતો અને જરૂર પડ્યે કોમશિર્યલ ઉપયોગ માટે ઇંધણના લાકડા પૂરા પાડવાની તૈયારીઓ શરૂ કરી હતી.
કોમશિર્યલ LPG સિલિન્ડરો પર આધાર રાખતી ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ ચેઇન્સને ઇંધણના પુરવઠો ખોરવાઈ જવાનો ડર છે. દેશભરમાં કેટલીક હોટેલો-રેસ્ટોરન્ટોએ તેમના બિઝનેસમા ઘટાડો કરવાની ફરજ પડી હતી.