ભારતના પિનાકા રોકેટનું પ્રથમ ફ્લાઇટ ટેસ્ટિંગ સફળ : ૧૨૦ાદ્બ રેન્જ, ટાર્ગેટ પર સચોટ હુમલો કર્યો

ભારતના પિનાકા રોકેટનું પ્રથમ ફ્લાઇટ ટેસ્ટિંગ સફળ : ૧૨૦ાદ્બ રેન્જ, ટાર્ગેટ પર સચોટ હુમલો કર્યો
The Hindu

(એજન્સી)     નવી દિલ્હી તા.૩૦
ભારતે સોમવારે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ (LRGR-120)નું પ્રથમ સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ કર્યું. આ દરમિયાન રોકેટને તેની મહત્તમ ૧૨૦ કિલોમીટરની રેન્જ સુધી છોડવામાં આવ્યું.
ઉડાન દરમ્યાન રોકેટે તમામ નિર્ધારિત ઇન-ફ્લાઇટ મેન્યુવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા અને નિર્ધારિત લક્ષ્ય પર સચોટ પ્રહાર કર્યો. રેન્જમાં તૈનાત તમામ ટ્રેકિંગ સિસ્ટમે ઉડાનના સમગ્ર રૂટ દરમ્યાન રોકેટનું નિરીક્ષણ કર્યું. આ સફળ પરીક્ષણ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા કરવામાં આવ્યું.
ખાસ વાત એ રહી કે ૧૨૦ કિલોમીટર રેન્જવાળા આ રોકેટનું પ્રથમ ટેસ્ટ તે જ દિવસે થયું, જ્યારે સંરક્ષણ મંત્રાલયની સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (DAC) એ તેને ભારતીય સેનામાં સામેલ કરવાની મંજૂરી આપી. DACની બેઠક સોમવારે બપોરે મળી હતી.