નાગાલેન્ડમાં સૈન્યના વાહનને નિશાન બનાવી IED બ્લાસ્ટ કરાયો : 1 જવાન શહીદ, 4 ઘાયલ

નાગાલેન્ડમાં સૈન્યના વાહનને નિશાન બનાવી IED બ્લાસ્ટ કરાયો : 1 જવાન શહીદ, 4 ઘાયલ

(એજન્સી)   નવી દિલ્હી,તા.14:
નાગાલેન્ડના ચુમૌકેદિમા જિલ્લામાં આવેલા સુખોવી વિસ્તાર નજીક અસમ રાઇફલ્સના એક સૈન્ય વાહનને નિશાન બનાવીને શંકાસ્પદ આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ ભયાનક હુમલામાં સેનાના 1 જવાન વીરગતિ પામ્યા છે, જ્યારે અન્ય 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પૂર્વોત્તર ભારતના અશાંત વિસ્તારોમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાની વધુ એક કાયરતાપૂર્ણ ઘટના સામે આવી છે. નાગાલેન્ડના દીમાપુર જિલ્લાના એક મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન અને વ્યૂહાત્મક વિસ્તાર ગણાતા સુખોવી નજીક આસામ રાઇફલ્સની પેટ્રોલીંગ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ધડાકો થયો હતો. પ્રારંભિક અહેવાલો મુજબ, ઉગ્રવાદીઓએ રસ્તાના કિનારે શંકાસ્પદ ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ ગોઠવ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સૈન્ય વાહનને મોટું નુકસાન થયું હતું.