નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી ટ્રમ્પ હારી જશે : ૬પ ટકા સંભાવના

નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી ટ્રમ્પ હારી જશે : ૬પ ટકા સંભાવના

વોશિગ્ટન તા.૧૦:
અમેરીકામાં મધ્યસત્ર ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી રહી છે. ઇપ્સોસ-એએપીઆઈના સર્વે મુજબ, ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ચૂંટણી હારી જવાની ૬૫% શક્યતા છે. મધ્યસત્ર ચૂંટણી માટે મતદાન નવેમ્બરમાં યોજાવાનું છે. ટ્રમ્પના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન મધ્યસત્ર ચૂંટણીઓ એક મોટી રાજકીય કસોટી છે. મતદાનમાં યુએસ કોંગ્રેસ તેમજ રાજ્ય અને સ્થાનિક સરકારોમાં અનેક મુખ્ય હોદ્દાઓ માટે મતદાનનો સમાવેશ થશે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોના લગભગ ૮૦ ટકા ઉમેદવારો પહેલાથી જ નકકી થઇ ગયા છે. જો રિપબ્લિકન પાર્ટી મધ્યસત્ર ચૂંટણી હારી જાય, તો પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ રહેશે. જો કે, કોંગ્રેસમાં બહુમતી ગુમાવવાથી તેમના ર્નિણયો પર પ્રતિબંધો મુકાઈ જશે.