પોરબંદરમાં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે રાહત દરે ફૂલછોડ વિતરણ કાર્યક્રમ બુધવારે યોજાશે

પોરબંદરમાં ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે રાહત દરે ફૂલછોડ વિતરણ કાર્યક્રમ બુધવારે યોજાશે

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.25
પોરબંદરની જાણીતી ઈંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે તા.27-5-2026 બુધવારના રોજ સવારે 9:00 થી 12:00 દરમ્યાન રાજકોટની સેવાભાવી સંસ્થા નવરંગ નેચર ક્લબ દ્વારા રાહત દરે ફૂલછોડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પોરબંદરની ઈંગ્લિશ મીડીયમ સ્કૂલના ટ્રસ્ટી અને પર્યાવરણપ્રેમી કમલભાઈ પાઉં, જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા, પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણી તથા યોગાચાર્ય જીવાભાઈ ખૂંટી ઉપસ્થિત રહેશે.  કાર્યક્રમ દરમ્યાન ગુલાબના રોપા, વિવિધ ફૂલછોડ, ઇન્ડોર પ્લાન્ટ, પ્લાસ્ટિકના કુંડા, કોક પીટ ખાતર, ઈંગ્લિશ ગુલાબ, મયૂર પંખ, રાતરાણી, કિસ્મિસ ટ્રી, પ્લાસ્ટિકના ચબૂતરા, કેસર કલમી આંબા, ચીકુ, બોરડી, લીંબુ, કમરખા, મોગરો, રસુલિયા, જાસુદ તેમજ લાલ ચકલી ઘર સહિતના વિવિધ છોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.  આ ઉપરાંત માટીના વાસણો, મધની શીશીઓ, લીલા નારિયેળ, ડ્રાયફ્રૂટ, દેશી ઔષધિઓ, એક્યુપ્રેશરના સાધનો, શાકભાજીના બિયારણ, દેશી ગોળ, કાજુ, બદામ, અખરોટ, કિસમિસ, મુખવાસ, દેશી અથાણાં, હાથ બનાવટના પાપડ-ખાખરા, લોખંડના સ્ટેન્ડ, બગીચા કામના સાધનો, કંતાનની વિવિધ થેલીઓ અને છાણિયું ખાતર સહિતની અનેક વસ્તુઓનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમ પોરબંદરની ચમ મેમોરિયલ સ્કૂલ, ડી.એસ.પી. ઓફિસ પાછળ, વિદ્યાર્થી ભવનની બાજુમાં યોજાશે. વધુ માહિતી માટે કમલભાઈ પાઉં (મો. 9426227940) તથા રાજકોટ નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી. બાલા (મો. 9427563898)નો સંપર્ક સાધવા જણાવાયું છે.