ભાવનગર શિશુવિહાર ખાતે નવનિધી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની થયેલ ઉજવણી

ભાવનગર શિશુવિહાર ખાતે નવનિધી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની થયેલ ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
મહિલા દિન નિમિત્તે નવનિધી દિવ્યાંગ ટ્રસ્ટ તરફથી એક સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે મહિલાઓને એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. જેમાં અમરજ્યોતિબેન, પૂણિર્માબેન દીક્ષિત, મૃદુલાબેન શેઠ, નલીનીબેન જાડેજા, જાહલબેન આહીર તથા ગોમતીબેન આહીર ચીફ ગેસ્ટ તરીકે હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. નવનીધી દિવ્યાંગ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબેન અગ્રાવતે બધા મહેમાનોનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. સાથે જે ક્ષેત્રમાં નામના મેળવી હોય તેવા બહેનોનું એવોર્ડ આપીને સન્માન કર્યું હતું. આ સાથે અંકુર સ્કુલના દિવ્યાંગ બાળકો નટરાજના સ્કૂલના દિવ્યાંગ બાળકો પ્રેરણા વોકેશનલ સેન્ટરના દિવ્યાંગ બાળકો સરસ મજાની કૃતિ કરીને તે લોકોના દિલ જીતી લીધા હતા. વલ્લરીબેન ગ્રુપની દીકરીઓએ સરસ્વતી વંદના, કાજલબેન મુડે ગ્રુપની બહેનોએ કથક કૃતિ, પુનમબેનના ગ્રુપ યોગા, એમપીએલ ગ્રુપના યોગા, પૂર્વા ગ્રુપનો ડાન્સ, સ્કાઉટ ગાઈડના બાળકોનું દેશભક્તિ ગીત તથા સ્વસ્થ વૃદ્ધત્વ રોબર્ટભાઈના ભાઈઓ અને બહેનોએ ફેશન શો કરીને લોકોના દિલ જીતી લીધા હતા. આ તબબકે સંજયભાઈ ડાભી(ભાવનગર મીડિયા), ગીરીશભાઈ શેઠ, મુન્નાભાઈ વરતેજી, જગડદાદા અને કલામર્મજ્ઞ મનુભાઈ દીક્ષિતની ખાસ પ્રોત્સાહિત ઉપસ્થિતિ રહી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીરભાઈ વ્યાસ અને ધ્રુતિબેને કહ્યું હતું.