મહાનગરપાલિકા, જૂનાગઢ સંચાલિત ગિરનાર ગૌશાળામાંથી ગૌવંશ અનઅધિકૃત રીતે લઈ જતાં ફરિયાદ દાખલ કરવામાં આવી

મહાનગરપાલિકા, જૂનાગઢ સંચાલિત ગિરનાર ગૌશાળામાંથી ગૌવંશ અનઅધિકૃત રીતે લઈ જતાં ફરિયાદ દાખલ કરવામાં આવી
AI Image

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૪
મહાનગર પાલિકા, જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેરમાર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે. મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા મહાનગરપાલિકા, જૂનાગઢના કમિશ્નર આઈ.આર.વાળાની સુચના મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેરમાર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા અને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કાર્યરત છે. મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા રખડતા,ભટકતા,નધણિયાતા અને ટ્રાફિક ને અડચણ રૂપ ગૌવંશ પકડી મહાનગરપાલિકા, જૂનાગઢ સંચાલિત ગિરનાર ગૌશાળા (સાવજના ડેલા) અને ગોપાલ ગૌશાળા(ટોરેન્ટના ડેલા) ખાતે નિભાવ અર્થે રાખવામાં આવે છે તા.૨૩-૧૦-૨૦૨૬ ના રોજ સવારના સમયે પકડવામાં આવેલ ૧૫ ગૌવંશ ગિરનાર ગૌશાળા (સાવજના ડેલા)ખાતે રાખવામાં આવેલ. તા.૨૩-૧૦-૨૦૨૬ના રોજ બપોરના ૧ થી ૨  કલાક દરમ્યાન અજાણ્યા ઇસમો દ્વારા હાજર સ્ટાફ સાથે માથાકૂટ કરી ૧૫ થી ૨૦ ગૌવંશ ગિરનાર ગૌશાળા ખાતેથી અનઅધિકૃત રીતે લઈ ગયેલ. ઉક્ત બાબતે મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા અજાણ્યા ઇસમો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢ ખાતે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.