યુપીઆઈ પેમેન્ટમાં એમડીઆરનો વિરોધ

૧પ૦ થી વધુ વેપારી સંગઠનોનું આવતીકાલે દેશવ્યાપી આંદોલન

યુપીઆઈ પેમેન્ટમાં એમડીઆરનો વિરોધ

(એજન્સી)     મુંબઈ તા.૧:
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર પ્રસ્તાવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નો વિરોધ વ્યક્ત કરવા શુક્રવારે આયોજિત ‘નો UPI ડે‘ને બે અગ્રણી વેપારી સંગઠનોએ નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ સાથેની બેઠક બાદ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જોકે મુંબઈના ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિયેશન (FRTWA)એ સ્પષ્ટ કર્યું છે કે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે તેમનો આ વિરોધ નિર્ધારિત કાર્યક્રમ મુજબ યથાવત રહેશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે નાણાપ્રધાન ર્નિમલા સીતારમણ સાથે મુલાકાત કરીને ÃÍG વિશે વેપારીઓ અને રીટેલર્સની ચિતાઓ તથા સૂચનો રજૂ કર્યાં હતાં.