રાંધણગેસના નિયમો ફરી હળવા થયા : હવે સરળતાથી એઈપીજી કનેકશન મેળવી શકાશે

રાંધણગેસના નિયમો ફરી હળવા થયા : હવે સરળતાથી એઈપીજી કનેકશન મેળવી શકાશે

(એજન્સી)   નવી દિલ્હી, તા. 26 
કેન્દ્ર સરકારે એલપીજી ગેસનાં નિયમોમાં મોટો ફેરફાર કરીને ગ્રાહકોને ખૂબ જ મોટી રાહત આપી છે. સામાન્ય રીતે જે વિસ્તારોમાં પાઇપલાઇન વાળો ગેસ એટલે કે પીએનજી કનેક્શન શરૂ થાય છે, ત્યાં લોકોએ પોતાનું એલપીજી સિલિન્ડર કનેક્શન સરેન્ડર કરવું પડતું હોય છે. પરંતુ હવે નવા નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક ભવિષ્યમાં પીએનજી સુવિધા ન હોય તેવા વિસ્તારમાં રહેવા જાય, તો તે ટ્રાન્સફર વાઉચરની મદદથી નવું કનેક્શન લીધાં વગર જ પોતાનું જૂનું એલપીજી કનેક્શન ફરીથી સરળતાથી શરૂ કરાવી શકશે.
નવા નિયમો અનુસાર, ઘરમાં પીએનજી કનેક્શન લાગ્યાં બાદ ગ્રાહકો પાસે બે વિકલ્પ રહેશે. પ્રથમ વિકલ્પ એ છે કે તેઓ પીએનજી મળ્યાના 30 દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન કાયમી ધોરણે સરેન્ડર કરી શકે છે.