સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાય રહેલી ઈરાન-અમેરીકા વાટાઘાટો પાટા પરથી ઉતરી

સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાય રહેલી ઈરાન-અમેરીકા વાટાઘાટો પાટા પરથી ઉતરી

જીનીવા તા.22: 
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ સ્વિટ્ઝર્લેન્ડના બર્ગનસ્ટોકમાં શરૂ થયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની બહુપ્રતિક્ષિત શાંતિ મંત્રણા પહેલા જ રાઉન્ડમાં કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. બંને પક્ષો અંતિમ કરાર પર પહોંચવા માટે આગામી 60 દિવસમાં 14-મુદ્દાના પ્રારંભિક કરારના મુસદ્દાના ટેકનિકલ પાસાઓ પર વાટાઘાટો કરવાના હતા, પરંતુ વાતચીતનો પ્રથમ રાઉન્ડ ફક્ત 80 મિનિટ સુધી ચાલ્યો હતો.
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા ફરી પાટા પરથી ઉતરી ગઈ છે. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા-ઈરાન મંત્રણા દરમિયાન તણાવ વધ્યો છે. ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર, ટ્રમ્પની ધમકીઓથી ગુસ્સે થઈને ઈરાની ટીમે વાટાઘાટો સ્થગિત કરી દીધી છે.
ટ્રમ્પની ધમકીઓ બાદ, ઈરાની અધિકારીઓ મંત્રણા છોડીને ગયા અને યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે ફોટો પડાવવાનો પણ ઇનકાર કર્યો.