ર૦ર૭માં ભારત ૪.પર લાખ કરોડ ડોલરનું વિશ્વનું ચોથુ સૌથી મોટું અર્થતંત્ર બની જશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૭
અમેરિકા-ઈરાન યુધ્ધ સાઉદી-હુથી યુધ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાયેલી છે, અર્થતંત્રોની સ્થિતિ ડામાડોળ છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) એ ભારતનું અર્થતંત્ર ૨૦૨૭માં જાપાનને પાછળ પાડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેવી આગાહી કરી છે. આઈએમએફએ ભારતીય અર્થતંત્ર આગામી વર્ષે ૭ ટકાના દરે વૃદ્ધિ કરશે તેવો અંદાજ વ્યક્ત કરીને ભારતીય અર્થતંત્ર અંગે વધુ એક સકારાત્મક અહેવાલોનું સમર્થન કર્યું છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે એશિયન દેશોના અલગ અલગ આર્થિક માર્ગો અંગે આંકડા જાહેર કર્યા હતા. આઈએમએફ મુજબ આ વર્ષે નોમિનલ જીડીપીની બાબતમાં જાપાન ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનેલું રહેશે.
પરંતુ ૨૦૨૭ સુધીમાં ભારત તેનું સ્થાન લઈ લેશે. આ સમયમાં ભારતનો જીડીપી ૪.૫૨ લાખ કરોડ ડોલર સુધી પહોંચી જશે તેમ આઈએમએફએ તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક પ્રોજેક્શનમાં જણાવ્યું હતું.


