વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

વેરાવળ તા. ૧૩
વેરાવળ શહેરમાં આજે વહેલી સવારે ઇન્ડિયન રીયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારીમાં આગ લાગી હતી. સવારે ૪:૦૨ કલાકે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લારીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લીધી હતી. જાેકે, લારીની બાજુમાં જ વીજ પુરવઠાનો ટ્રાન્સફોર્મર આવેલો હોવાથી પરિસ્થિતિ વધુ જાેખમી બની શકે તેમ હતી.
આગ ટ્રાન્સફોર્મરના કેબલ સુધી પહોંચી જતાં તેમાં પણ આગ લાગી હતી. સાવચેતીના ભાગરૂપે, ફાયર વિભાગે તરત જ પીજીવીસીએલ (PGVCL) ને જાણ કરી હતી. પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો બંધ કરાયા બાદ, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
આ સમગ્ર કામગીરીમાં વેરાવળ ફાયર બ્રિગેડના સ્ટાફ રોહિતભાઈ વંશ અને વિજય કોડીયાતર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની ઝડપી કાર્યવાહીથી પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય હતી.