વિસાવદર બસસ્ટેશન તેમજ મોણવેલ ગામની સીમમાં દલિત પરીણિત મહિલા પર ૬ શખ્સોએ ગેંગરેપ કર્યો
જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર બસસ્ટેશન તેમજ મોણવેલ ગામ વાડી વિસ્તારમાં જેતપુરની પરિણિત દલિત મહિલા પર ૬ શખ્સોએ ગેંગરેપ કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. વિસાવદરનાં પીઆઈ એચ.વી. પટેલનાં જણાવ્યા મુજબ આરોપીઓમાં નં.૧ મુન્નો ભરવાડ, ર. મો.નં. ૭૮૬ર૮૩૦પ૮૮ વાળો શખ્સ તેમજ અન્ય ચાર અજાણ્યા શખ્સોએ મહિલા પર ગેંગરેપ ગુજાર્યો હોવાનું ફરીયાદમાં જણાવતા વિસાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કલમ ૧૪૦(૩), ૬૧(ર), ૭૦(૧), ૩પ૧(ર), એટ્રોસીટી એકટ ક. ૩(૧) (આર)(એસ),૩ (ર) (પ), ૩(૧) (ડબલ્યુ) મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરવામાં આવેલ છે. આ બનાવની જાણ થતાં જૂનાગઢ ડીવાયએસપી તેમજ એસસીએસટી સેલનાં ઈન્ચાર્જ ડીવાયએસપી હિતેષ ધાંધલીયા વિસાવદર દોડી ગયા છે. પીઆઈ એચ.વી. પટેલનાં જણાવ્યા મુજબ આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશામાં ટીમો રવાના કરવામાં આવેલ છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ આરોપીઓએ પહેલા પીડિત દલિત મહિલાનું અપહરણ કર્યુ હોવાનું અને આ બનાવ ૧ર માર્ચની રાત્રીનાં ૮.૦૦ કલાકથી સવારનાં પ.૦૦ કલાક સુધીમાં બન્યો હોવાનું ફરીયાદમાં દર્શાવે છે.


