શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનાગઢ ધામ ખાતે મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવનાં ૧૯૮માં પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે
તા. 29-4-2026 થી તા. 3-5-2026 દરમ્યાન વચનામૃત વિવેચન કથા યોજાશે
જૂનાગઢ તા. 20 :
જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજમાન શ્રી રાધારમણ દેવ મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીનાં 198માં ર્વાષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી તેમજ વચનામૃત વિવેચન કથાનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા. 29-04-2026 બુધવારથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે અને જેની પૂર્ણાહુતિ 03-05-2026 રવિવારનાં રોજ સંપન્ન થશે.
જૂનાગઢનાં આંગણે બિરાજતા શ્રીરાધારમણ દેવ, શ્રીરણછોડરાયજી, શ્રીત્રિકમરાયજી તથા સિધ્ધેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા વૈશાખ વદ-2નાં રોજ સ્વયં શ્રીજી મહારાજે કરી હતી તેનો 198મો પાટોત્સવ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પ.પૂ. ધર્મધુરંધર 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજીમહારાજશ્રીની દિવ્ય નીશ્રામાં તા.29-04-2026 બુધવારથી તા.03-05-2026 રવિવાર સુધી ભવ્ય રીતે ઉજવવામાં આવશે. પાટોત્સવનાં મુખ્ય યજમાન પદે પ.પૂ.સ.ગુ. કોઠારી સ્વામી શ્રીદેવનંદનદાસજી (પૂર્વ ચેરમેનશ્રી), ડો. શાસ્ત્રી સ્વામી સંતવલ્લભદાસજી (ચેરમેનશ્રી વડતાલ), શાસ્ત્રી સ્વામી હરીજીવનદાસજી (ચેરમેનશ્રી ગઢપુર) તથા કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશદાસજી (ચેરમેનશ્રી જૂનાગઢ)ની પ્રેરણાથી વડોદરાનાં પંકજભાઈ ઘનશ્યામભાઈ પટેલ હ. અલ્પિતભાઈ પટેલ પરીવાર રહેશે. પાટોત્સવ અંતર્ગત શ્રી વચનામૃત વિવેચન કથાનું રસપાન ડો. શાસ્ત્રી સ્વામી સંતવલ્લભદાસજી (ચેરમેનશ્રી વડતાલ) તથા બ્ર.શા.સ્વામી શ્રીસરજુદાસાનંદજી (ટ્રસ્ટીશ્રી જૂનાગઢ) કરાવશે. આ ધામિર્ક કાર્યક્રમ કથામૃતનું શ્રવણ, ધર્મકુળ દર્શન, અભિષેક દર્શન અને સંતો - મહંતોનાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સૌ ધર્મપ્રેમી હરીભકતોને સહ પરીવાર પધારવા સોરઠ પ્રદેશનાં સમસ્ત સંતો તથા હરીભકતો સત્સંત સમાજ વતી ચેરમેન શ્રી કો. સ્વામી પુરૂષોતમ પ્રકાશદાસજી (પી.પી. સ્વામી) તેમજ મુખ્ય કોઠારીશ્રી પ.પૂ. શાસ્ત્રી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.

પાટોત્સવ નિમિતે યોજનારા ધામિર્ક કાર્યક્રમો શ્રી સ્વામી નારાયણ મુખ્ય મંદીર ખાતે મહાપ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવનાં 198માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે આ અંગે આયોજીત કાર્યક્રમમાં તા. 29-04-2026 બુધવાર બપોરે 3.00 કલાકે શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ કાળવા ચોકથી પોથી યાત્રા નીકળશે, તેમજ કથાનો સમય : બપોરનાં 4 થી 7 અને રાત્રે 9 થી 11નો રહેશે. તા. 02-05-2026 શનિવાર બપોરે 4.30કલાકે શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ કાળવા ચોકથી જળ યાત્રા તથા પૂ. મહારાજશ્રીનું સામૈયું કરવામાં આવશે જયારે પાટોત્સવ તા. 03-05-2026 રવિવાર વૈશાખ વદ-બીજનાં રોજ યોજાશે જેમાં સવારે 5.30કલાકે મંગળા આરતી, સવારે 6.00કલાકે ષોડસોચાર પ્રચાર પૂજન, સવારે 6.30કલાકે મહાભિષેક, સવારે 9.00કલાકે શણગાર આરતી તેમજ અન્નકુટ દર્શન અને સવારે 9 થી 12 દરમ્યાન આશીર્વાદ સભા યોજાશે. પાટોત્સવની વેદોકત વિધિ શાસ્ત્રી રમેશભાઈ ત્રિવેદી કરાવશે.


