સ્મૃતિ મંદાના પહેલી ભારતીય ક્રિકેટર જેની પોતાની બાર્બી ડોલ બની
સૌથી પહેલી ભારતીય બાર્બી ડોલ દીપિકા મૂત્યાલાથી પ્રેરિત હતી, જે લાઇવ ટીન્ટેડ કંપનીનાં સ્થાપક અને સીઈઓ છે
મુંબઈ, તા.૧૦
સ્મૃતિ મંદાનાને વધુ એક સન્માન મળ્યું છે, તે દેશની પહેલી એવી મહિલા ક્રિકેટર બની છે, જેની પોતાની બાર્બી ડોલ બની છે, તેને આ સ્પોર્ટ્સ વીમેન કેટેગરીની બાર્બીનું સન્માન મળવાની ઘટનાએ ઇતિહાસ સર્જ્યાે છે. સ્મૃતિએ આ વાત બાબતે પોતાની ખુશી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. તેણે લખ્યું, “હું હજી પણ આ ક્ષણને પચાવી રહી છુંપ મારી સફરથી પ્રેરિત એક અનોખી બાર્બી ડોલને જાેવી એ એવી વાત છે જેની મેં બાળપણમાં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે અને જાે મારી કહાની એક પણ છોકરીને એ માનવામાં મદદ કરે કે મેદાન પર તેનું પણ સ્થાન છે, તો તે મારા માટે બધું જ છે. વિશ્વભરની પોતાના ક્ષેત્રોમાં અવરોધો તોડી રહી છે એવી અદ્દભુત મહિલાઓ સાથે બાર્બીની ‘ડ્રીમ ટીમ’નો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે. જ્યારે છોકરીઓને શક્યતા દેખાય છે, તો તેઓ વધુ મોટાં સપનાં જુએ છે.”આ પહેલી વાર નથી જ્યારે બાર્બીએ વિશ્વ સ્તરે ભારતીય પ્રતિનિધિત્વને ઉજાગર કર્યું હોય. બે વર્ષ પહેલાં અનિતા ડોંગરે અને મેટેલે મળીને દિવાળીથી નિમિત્તે બાર્બી રજૂ કરી હતી, જેમાં બાર્બીને પરંપરાગત રાજસ્થાની પોશાક પહેરાવવામાં આવ્યોહતો. ડાર્ક બ્લુ રંગની સ્લીવલેસ કોટી અને “મૂનલાઇટ બ્લૂમ” લેહેંગા, જેમાં નાની નાની ફૂલોની ડિઝાઇન હતી, આ ડિઝાઇન ડોંગરેની વિશિષ્ટ શૈલીને ખરી રીતે પ્રતિબિંબિત કરતી હતી. આ ડિઝાઇનમાં પિચ્છવાઈ ચિત્ર કલાના તત્વો પણ સામેલ હતાં, જે પરંપરાગત ભારતીય કલા છેઅને તેના સુક્ષ્મ ફૂલોના મોટીફ માટે જાણીતી છે.સૌથી પહેલી ભારતીય બાર્બી ડોલ દીપિકા મૂત્યાલાથી પ્રેરિત હતી, જે લાઇવ ટીન્ટેડ કંપનીનાં સ્થાપક અને સીઈઓ છે. — આ કંપનીએ બ્રાઉન સ્કિન મેકઅપને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. તે ઉપરાંત કેટરિના કૈફ સહીત કેટલીક બોલિવૂડ એક્ટ્રેસની બાર્બી ડોલ પણ બની છે. ભારતમાં મહિલા ક્રિકેટની લોકપ્રિયતામાં સ્મૃતિ મંધાના સહિતની ખેલાડીઓનો પણ મહત્વનો ફાળો છે, સ્મૃતિ ર્કિકેટના દરેક ઇન્ટરનેશનલ ફોર્મેટમાં સદીઓ ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે, જે ક્રિકેટની દુનિયામાં પણ મહત્વની સિદ્ધિ છે.


