સરકારી કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ ૭૪ ટકા સુધી વધી શકે છે

સરકારી કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ ૭૪ ટકા સુધી વધી શકે છે
Sentinel (Assam)

(એજન્સી)       નવી દિલ્હી તા.૫:
કેન્દ્ર સરકાર દર ૧૦ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર, ભથ્થા, અને પેન્શનની સમીક્ષા કરે છે. સાતમાં પગાર પંચની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પૂરી થઈ રહી હતી એટલે આઠમું પગાર પંચ ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગૂ થશે એવું માનવામાં આવે છે. જો કે સરકારે નવેમ્બર ૨૦૨૫માં આઠમાં પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) ને મંજૂરી તો આપી દીધી છે પરંતુ પંચ પોતાની ભલામણો આપવામાં લગભગ ૧૮ મહિના જેટલો સમય લઈ શકે છે. આવામાં જ્યાં સુધી કેબિનેટ નવી ભલામણોને મંજૂર ન કરે ત્યાં સુધી કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબ પગાર મળતો રહેશે. આ બધા વચ્ચે કર્મચારીઓના મનમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો તે છે ટ્રાન્ઝિશન પીરિયડમાં પગાર અને ડીએ (મોંઘવારી ભથ્થું)નું શું થશે. જૂના અનુભવ જોઈએ તો જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ થાય છે ત્યારે સરકાર વચ્ચેના સમયનો એરિયર આપે છે.