સરકારી તિજોરીમાં નાણાંનો વરસાદ : ડાયરેકટ ટેક્ષ કલેકશન ૨૩ ટકા વધીને રૂા.૮.૧૧ લાખ કરોડ થયું
(એજન્સી) નવી દિલ્હી તા.૧૨:
ભારતીય અર્થતંત્ર અને સરકારી તિજોરીના મોરચે ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦ ઓગસ્ટ સુધીમાં ભારતનો નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ર્વાષિક ધોરણે ૨૩ ટકા વધીને રૂા.૮.૧૧ લાખ કરોડને પાર કરી ગયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા જાહેર કરાયેલ આ ઉછાળો દેશમાં વધતી જતી આર્થિક પ્રવૃત્તિ, મજબૂત કોર્પોરેટ કમાણી અને વધુ સારા કર પાલનનો સીધો પુરાવો છે. જો આપણે CBDTડેટા પર નજર કરીએ તો, કર વસૂલાતમાં આ વધારો વ્યક્તિગત આવકવેરા (PIT) અને કોર્પોરેટ ટેક્સ (CIT) બંનેમાં નોંધાયેલા બે-અંકના વિકાસ દ્વારા સીધો ટેકો મળ્યો છે.
આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને મોટા પાયે રિફંડ જારી કરવામાં આવ્યા હોવા છતાં ચોખ્ખા કરવેરામાં આ નોંધપાત્ર ૨૩્રુ નો વધારો થયો છે. પ્રત્યક્ષ કર વસૂલાતની આ ગતિ સરકારને તેના બજેટ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને રાજકોષીય ખાધને નિયંત્રિત કરવામાં નોંધપાત્ર પ્રોત્સાહન આપશે. કર આવકમાં આ રેકોર્ડ વધારો ઔપચારિક અર્થતંત્રના ઝડપી વિસ્તરણનો સ્પષ્ટ સંકેત છે.


