હોર્મુઝમાં કુવૈતી ધ્વજ વાળા ઓઈલ ટેન્કર પર હુમલો : ર૧ ભારતીય નાવિકો સુરક્ષીત
(એજન્સી) તહેરાન તા.રર
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતના ધ્વજવાળા ઓઈલ ટેન્કર M/T અલ દસમા પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.
જહાજ પર ૨૧ ભારતીય નાવિકો સહિત અન્ય ક્રૂ મેમ્બરો પણ સવાર હતા. હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી હતી, જેને બાદમાં બુઝાવી દેવામાં આવી. તમામ ભારતીય નાવિકો અને અન્ય ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે.
ઓક્ટોબરમાં ભારતીય નાવિકોવાળા જહાજો પર હુમલાની આ પાંચમી ઘટના છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૧૧ ભારતીયો ઘાયલ થયા છે અને બે ભારતીયો ગુમ છે.


