હવે માત્ર 10 મીનીટમાં ગેસ સિલીન્ડર મળી જશે

હવે માત્ર 10 મીનીટમાં ગેસ સિલીન્ડર મળી જશે

નવી દિલ્હી તા.16:
જો હવે તમારા ઘરમાં રાંધણગેસ સિલિન્ડર ઓચિંતુ ખત્મ થઈ ગયું હોય તો એજન્સીના ચકકર કાપવાની કે પછી પાડોશી પાસેથી સિલિન્ડર ઉછીનું લેવાની જરૂર નથી.
કવીક કોમર્સ મારફત 10 મીનીટમાં નવું સિલિન્ડર મેળવી શકો છો. દેશની ટોચની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીએ હવે ગ્રાહકોને તાત્કાલીક સિલિન્ડર મળી રહે તે માટે કવીક કોમર્સ પ્લેટફોર્મ ઈસ્ટા માર્ટ સાથે સહયોગ કર્યો છે. આ પાઈલોટ પ્રોજેકટનો પ્રારંભ બંગલુરુથી થશે. જેમાં ઓન ડીમાન્ડ ડીલીવરી સેવા શરૂ થઈ છે. કવીક કોમર્સ માટે એક બહું ડિમાન્ડ ધરાવતો બીઝનેસ બની જશે. શરૂઆતમાં એસપીસીએમના 10 કિલોના એચપી નવ્યા સિલિન્ડરથી થઈ છે.