શિક્ષકોનો ગ્રેડ કોઈ ગ્રેડ પે સુધર્યો કે વધાર્યો નથી, વિરોધીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે

0

ગુજરાત રાજયના શિક્ષકોના ગ્રેડ પે અંગેના સરકારે કરેલા નિર્ણય બાદ સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકારના આ નર્ણયને લઈ પોલીસ, નર્સ અને એસટી નિગમના બસ કંડકટર વગેરે પણ ગ્રેડ પે ની માંગ સાથે મેદાનમાં આવતાં સરકાર ભીંસમાં મુકાઈ છે ત્યારે ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આ અંગે એક પત્રકાર પરિષદ યોજી અને સ્પષ્ટતા કરી હતી કે, શિક્ષકોનો ગ્રેડ કોઈ ગ્રેડ પે સુધર્યો કે વધાર્યો નથી, વિરોધીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. શિક્ષકોને ૪ર૦૦નો ગ્રેડ પે મળતો જ હતો. આ વાત માત્ર અફવા જ છે અને ગ્રેડ પે અંગે અગાઉ સરકારનો જે પરિપત્ર હતો તે રદ કરાયો છે. કેટલાક રાજકીય આગેવાનો શિક્ષકોનો ગ્રેડ પે સુધરી ગયો હોવાની અફવા ફેલાવી અન્ય વિભાગના કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે કોઈપણ રીતે યોગ્ય નથી અને સ્વીકાર્ય પણ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!