યુપીના ઈટાવાની અપહૃત યુવતિ અને પ્રેમી જૂનાગઢનાં દિપાંજલીમાંથી ઝડપાયા

0

ઉત્તરપ્રદેશ રાજ્યના ઇટાવા, રતન નગર ખાતે રહેતા ફરિયાદી સુંદરસિંગ યાદવની ૨૧ વર્ષીય પુત્રી રીંકી પોતાના ઘરેથી કોઈને કહયા વગર નીકળી જતા, ફરિયાદી સુંદરસિંગ યાદવ દ્વારા રતન નગર, સિવિલ લાઇન પોલીસ સ્ટેશન, ઇટાવા ખાતે પોતાની દીકરી રીંકીના અપહરણ અંગે ફરિયાદ કરવામાં આવેલ હતી, જેની તપાસ યુ.પી.ના સિવિલ લાઇન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ અપહરણના ગુન્હાની તપાસ દરમ્યાન રતન નગર ઇટાવા યુ.પી. પોલીસને ટેક્નિકલ સોર્સ આધારે માહિતી મળેલ કે, અપહૃત યુવતી રીંકી યાદવ હાલ જૂનાગઢ ખાતે મધુરમ વિસ્તારમાં હોવાનું લોકેશન મળતાં તે માહિતીને આધારે યુપી પોલીસ અપહૃત રીંકી યાદવના ઘરના સભ્યો સાથે જૂનાગઢ ખાતે તપાસમાં આવી, સી ડિવિઝન પોલીસને માહિતી આપતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ એન.કે.વાજા તથા સ્ટાફના ભરતભાઇ, મેહુલભાઈ, ભાવિકભાઈ, કનકસિંહ, રવીન્દ્રસિંહ, ભવાનજીભાઈ, સહિતના સ્ટાફ સાથે જૂનાગઢ પોલીસની ટીમ યુપી પોલીસની મદદમાં રહી, ઝીણવટભરી તપાસ હાથ ધરી, દિપાંજલી સોસાયટી ખાતે રહેતા આરોપી હેમંત વાસુદેવભાઈ જાની (ઉ.વ. ૨૯ રહે. બ્લોક નં. ૩૦૧, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, દિપાંજલી -૧, જૂનાગઢ તથા ભોગ બનનાર રીંકી સુંદરસિંગ યાદવ(ઉ.વ. ૨૧ રહે. રતન નગર, સિવિલ લાઇન, ઇટાવા-ઉત્તર પ્રદેશ)સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.
પકડાયેલ આરોપી હેમંત વાસુદેવભાઈ જાનીની પૂછપરછ કરતા, પોતે મોબાઈલ ફોન દ્વારા સ્ટાર મેકર એપ્લિકેશન મારફતે ઉત્તર પ્રદેશની યુવતી રીંકી યાદવ સાથે સંપર્કમાં આવ્યો હતો. સ્ટાર મેકર એપ્લિકેશન મારફતે ચેટિંગ કરતા, આરોપી હેમંત જાનીને રીંકી યાદવ સાથે પ્રેમ થઈ ગયેલ હતો. રીંકી યાદવ દ્વારા આરોપી હેમંત જાનીને મળવા, ઇટાવા ઉત્તરપ્રદેશ ખાતેથી અમદાવાદઆવી હતી જેને લેવા હેમંત જાની અમદાવાદ પહોંચી ગયો હતો અને ત્યાંથી રીંકી યાદવને જૂનાગઢ પોતાના ઘરે લાવેલ હતો. જૂનાગઢ પોલીસની મદદથી બંનેને લઈને યુપી પોલીસ રવાના થયેલ છે. પોતાની અપહૃત યુવાન દીકરીને શોધી કાઢતા, ઉત્તર પ્રદેશથી આવેલા સુંદરસિંગ યાદવના કુટુંબીજનો ભાવ વિભોર થયા હતા અને યુપી પોલીસની સાથે જૂનાગઢ પોલીસ દ્વારા પોતાની દીકરીને શોધવામાં મદદ કરવા બદલ જૂનાગઢ પોલોસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!