પ્રાચીની સરસ્વતી નદીના પૂરમાં બસ ખૂંપી ગઈ

0

વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે છેલ્લા એક માસથી અતિબિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ સરસ્વતી નદીના પુલ પર પાછા ફૂટના ખાડા પડી ગયા છે અને પાણી ભરાયા છે ત્યારે આવી એક ગોઝારી ઘટના બની હતી. કોડીનારથી આવતી એક ખાનગી બસ જીજે ૦૩ બીડબલ્યુ ૬૦૫૦ અમદાવાદ જવા નીકળી હતી ત્યારે આ ભયંકર રસ્તાને કારણે પ્રાચી સરસ્વતી નદીના પુલ બસ ખુંપી ગઈ હતી અને પાંચ કલાકની જહેમત બાદ આ બંને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવેલ હતી અને પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા છતાં તંત્રનાં પેટમાં હજી પાણી હલતું નથી. વારંવાર અહેવાલ રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી અને અંબુજા કંપનીના ટ્રકોના કારણે આ રસ્તો અતિ ભયંકર બન્યો છે. રોજ નાના-મોટા અકસ્માત સર્જાય રહ્યા છે. આ રસ્તા ઉપર રોજ હજારો લોકો અવર જવર કરે ત્યારે લોકોને બાઈક ચલાવવું મુશ્કેલ બન્યું છે જેથી આ રસ્તાના તાત્કાલીક રીપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!