બાઈક ચોરીનો ભેદ ઉકેલતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

0

જૂનાગઢ શહેરમાં સીસી ટીવી ફુટેજનાં આધારે ગુનાઓ શોધવા માટે જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ ડી.એમ. જલુને મળેલ બાતમીનાં આધારે એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈક ચોરી થયેલ ફરીયાદનાં આધારે આ ચોરી કરનાર શખ્સ ભવનાથથી મજેવડી દરવાજા તરફ જઈ રહયો હતો ત્યારે તેનું મોટર સાયકલ રોકાવી નામ પુછતાં તેનું નામ જેન્તીભાઈ જેઠાભાઈ વાઘેલા (રહે. પ્લાસવા હાલ જૂનાગઢ) હોવાનું જણાવતાં મોટર સાયકલ નં. જીજે-૧૧-એસએસ ૭૭૬૮નાં કાગળો માંગતા તેની પાસે કોઈ કાગળો ન હોય અને મોટર સાયકલ ચોરેલ હોવાની કબુલાત આપતાં તેને ઝડપી લઈ એ ડીવીઝન પોલીસને સોંપી આપેલ છે.
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ ડી.એમ. જલુ, વિજયભાઈ બડવા, વિક્રમભાઈ ચાવડા, શબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, દિપકભાઈ બડવા, ભરતભાઈ ઓડેદરા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!