વેરાવળમાં મેડીકલ કોલેજ શરૂ કરવા માટે રાજય સરકારે સૈધ્ધાંતીક મંજુરી આપી

0

સોમનાથ ભૂમિ ઉપર મેડીકલ કોલેજ શરૂ કરવા માટે ગીર સોમનાથનાં જીલ્લા મથક વેરાવળની સીવીલ હોસ્પીટલને અપગ્રેડ કરી જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સમાવવા માટેનો ઠરાવ મંજુર કરી રાજય સરકારે જીલ્લાવાસીઓને ભેટ આપતો ર્નિણય કર્યો છે. રાજય સરકારના આ ર્નિણયથી આગામી સમયમાં મેડીકલના વિદ્યાર્થીઓને ખાસો ફાયદો થશે તેવું આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જણાવી હરખભેર આવકારી રહયા છે. તો બીજી તરફ વેરાવળમાં મેડીકલ કોલેજ શરૂ થાય તે માટે ઘણા સમયથી સોરઠના યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ અથાગ પ્રયત્નો હાથ ધરેલ જેને અંતે સફળતા મળી છે.
ગીર સોમનાથ જીલ્લા અને જૂનાગઢ જીલ્લાનાં (સોરઠ)ના યુવા સાંસદ રાજેશભાઇ ચુડાસમા ઘણા સમયથી જીલ્લા મમથક વેરાવળમાં મેડીકલ કોલેજ શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરી મંજૂરી આપવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ સહિતનાને સક્રીયાતથી વારંવાર લેખીત-મૌખીક રજુઆતો કરી રહયા હતા. જેને ધ્યાને લઇ તાજેતરમાં રાજય સરકારે તા.૨૪-૧૨-૨૦ના ઠરાવથી ગીર સોમનાથના જીલ્લા મથક વેરાવળ ખાતે મેડીકલ કોલેજ શરૂ કરવાના કામને સૈધ્ધાંતીક મંજુરી આપી છે. જેમાં વેરાવળમાં આવેલ સીવીલ હોસ્પીટલને અપગ્રેડ કરી જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સમાવેશ કરવાનું ઠરાવથી મંજુર કરાયુ છે. જેના કારણે આગામી સમયમાં વેરાવળમાં નવી મેડીકલ કોલેજ શરૂ થવાનો પાયો નંખાયો હોવાનું જાણકારો જણાવી રહયા છે. વેરાવળમાં નવી મેડીકલ કોલેજ શરૂ કરવાને મંજુર કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ સહીતનાનો જીલ્લાવાસીઓ વતી સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આભારની લાગણી વ્યાકત કરી હતી. રાજય સરકારના આ ર્નિણયને આવકારતા અગ્રણી તબીબ ડો.રાજુભાઇ ક્રીષ્નાણીએ જણાવેલ કે, આગામી સમયમાં વેરાવળમાં મેડીકલ કોલેજ શરૂ થવાથી મેડીકલનો અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને હવે ઘર-પરીવારથી દુર અન્ય રાજયો કે વિદેશમાં નહીં જવુ પડે અને ઘરઆંગણે જ મેડીકલના અભ્યાસની સારી સુવિધા મળી રહેશે. આ ઉપરાંત જીલ્લાના ૬ તાલુકાના લોકોને સારી તબીબી સુવિધા ઘરઆંગણે જ મળી રહેશે. આમ, મેડીકલ કોલેજ શરૂ થવાથી સોમનાથ ભૂમિને શૈક્ષણીક અને આરોગ્ય ક્ષેત્રમાં ખાસો ફાયદો સાબિત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!