સ્પોર્ટ્‌સમેન મયૂર વ્યાસ ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સ’ દ્વારા ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્‌સ’થી સન્માનિત

0

મુંબઈના બોરીવલીમાં રહેતા રમતવીર અને રિયો ઓલિમ્પિક ૨૦૧૬ અને ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૧માં ડાઈવિંગના જજ, મયૂર જનસુખલાલ વ્યાસને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સ'(લંડન) દ્વારા રમતગમતમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્‌સ’ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેના માટે ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ સોમવારના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત જેડબ્લ્યૂ મેરિયોટ હોટેલમાં ‘૫મો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સ એવોર્ડ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ પ્રસંગે, બહુમુખી પ્રતિભા ધરાવતા મયૂર વ્યાસને જાણીતા કિરણ બેદીના હસ્તે ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્‌સ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉદયપુરના મહારાજ કુમાર લક્ષ્યરાજસિંહજી મેવાડ, એવોર્ડ બુકના ચેરમેન અને સીઈઓ સંતોષ શુક્લા, ડો. તિથિ ભલ્લા, સતેશ શુક્લા વગેરે તેમજ રાજનીતિ, ભારતીય સિનેમા અને કોર્પોરેટ જગતની હસ્તીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમારોહને સફળ બનાવ્યો હતો. એવોર્ડ મળતા મયૂર વ્યાસે સમિતિ સાથે જાેડાયેલા તમામ લોકો અને આવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મયૂર જનસુખલાલ વ્યાસ હાલમાં વિશ્વ સંસ્થા ફીનાની ટેકનિકલ હાઈ ડાઈવિંગ કમિટીના સભ્ય છે, એશિયન સ્વિમિંગ ફેડરેશનની ટેકનિકલ ડાઈવિંગ કમિટીના સભ્ય છે અને ભારતીય સ્વિમિંગ ફેડરેશનની ટેકનિકલ ડાઈવિંગ કમિટીના અધ્યક્ષ છે. તે ભારત તરફથી પ્રથમ વ્યક્તિ છે, જેને બે ઓલિમ્પિકમાં ડાઇવિંગ જજ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેઓ ૧૯૭૬થી આજ સુધી ડાઇવિંગ સાથે જાેડાયેલા છે. આ અંગે મયૂર વ્યાસ કહે છે, “હું ક્યારેય આ ચક્કરમાં ન પડ્યો નથી, મેં હંમેશા સ્પોર્ટ્‌સ ઉપર ધ્યાન આપ્યું છે. અત્યારે અમારા ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. મોદી સરકાર આવ્યા પછી સુવિધાઓ વધી છે અને ખેલાડીઓને મદદ મળી રહી છે. આ માટે હું તેમનો આભાર માનું છું અને હું વીરેન્દ્ર નાણાવટીજીનો પણ આભાર માનું છું, જેમના માર્ગદર્શન અને માર્ગદર્શનના કારણે હું આ સ્થાન હાંસલ કરી શક્યો છું અને અહીં સુધી પહોંચ્યો છું.” તેઓ રિયો ઓલિમ્પિક ૨૦૧૬ અને ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૧માં ડાઈવિંગ માટે જજ પણ રહી ચૂક્યા છે, બે ઓલિમ્પિકમાં ડાઈવિંગ જજ બનનાર પ્રથમ ભારતીય છે. આ પહેલા, ભારત માટે એક રમતવીર તરીકે, તેણે ૧૯૭૬ જુનિયર નેશનલ અને ૧૯૮૪ સિનિયર નેશનલમાં એકવાર વોટર પોલોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલ ઈન્ડિયા રેલ્વે સ્પોર્ટ્‌સમાં જાેડાયો અને ૧૯૮૧ થી ૧૯૮૮ સુધી ત્યાં ચેમ્પિયન રહ્યો.૧૯૯૦ થી ૨૦૧૮ સુધી પશ્ચિમ રેલ્વેના કોચ અને ૨૦૦૫ થી ૨૦૧૮ સુધી ભારતીય રેલ્વેના કોચ અને ૨૦૧૮માં નિવૃત્ત થયા. જેમાં રેલ્વે ૨૦૦૫ થી ૨૦૧૭ સુધી ચેમ્પિયન રહી હતી. તેઓ ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ્સ, દિલ્હીના ડેપ્યુટી કોમ્પિટિટિવ ડાયરેક્ટર પણ હતા. ત્યાર પછી જજ ફીલ્ડ ગમ્યું અને તેના માટે પરીક્ષા આપી, પછી કોમનવેલ્થ ગેમમાંથી જજ કરવાનું શરૂ કર્યું અને ટેક્નિકલ ડાઇવિંગ જજ તરીકે વિદેશ જવાનું શરૂ કર્યું.

error: Content is protected !!