જૂનાગઢ મહાનગરપાલિકા રખડતા પશુઓને પકડી જંગલમાં છોડી મુકતી હોવાના થઈ રહેલા આક્ષેપો

0

ભેસાણના કરીયા, પસવાળા, સામતપરા, દુધાળા સહિતના ગામડાઓ જંગલની બોર્ડરની એકદમ નજીક હોય જેમા કાયમી માટે સિંહ, દીપડાનો વસવાટ હોય અને મોટા ભાગના ખેડુતો ખેતી કરી આજીવકા રળતા હોય છે. છેલ્લા એકાદ માસથી જૂનાગઢ મહાનગર પાલીકાનાની ટ્રોલી મારફત જૂનાગઢ શહેરમાંથી રખડતા પશુઓ કે જેમાં મહાનગર પાલિકા મુખ્ય નિશાની ટેગ કે કોઈપણ પ્રકારની નિશાની વગરની ગાયો તેમજ વાછરડાઓને ગેરકાયદેસર રીતે વાહનોમા ભરી ગૌશાળામા નિભાવ માટે મોકલવામા આવે છે. તેમ લોકોને જણાવી આ તમામ પશુઓને છૂટા જંગલમાં છોડી મુકવામાં આવતા હોવાના આક્ષેપને પગલે ભારે ચકચાર જાગી ઉઠી છે અને ગંભીર આક્ષેપો સાથે ત્રણ ગામના લોકો દ્વારા ભેસાણ પોલીસ સટેશન તેમજ વન વિભાગને લેખીત ફરીયાદ આપેલ છે હજુ આ બાબતની પોલીસ સટેશનની તપાસ શરૂ છે. હાલ ખેડુતોના જણાવ્યા અનૂસાર આ ઢોરને છૂટા જંગલમાં મુકી દેવામાં આવતા જંગલી પ્રાણીઓએ ધામાં નાખ્યા છે. ત્યારે જ જૂનાગઢ મહાનગર પાલીકાની ટ્રોલી પશુઓને ભરી અહીંયા છુટા મૂકે એ પહેલાં જ ત્રણ ગામના સરપંચો અને ૫૦થી વધુ લોકોએ પકડી ભેંસાણ પોલીસને હવાલે કર્યા હતા. વિશેષમાં કરીયા ગામના ખેડૂત અગ્રણી ચંદ્રેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપા દ્વારા છેલ્લા ૧ માસથી ત્રણથી ચાર વખત ગાયો અને વાછરડાને જંગલમાં મુકી દેવાઈ છે. ગામલોકોએ ગઈકાલે જનતા રેઈડ ન કરી હોત તો આ ૧૦ ઢોર પણ સિંહ દીપડાઓને ખવડાવવામાં આવ્યા હોત. જૂનાગઢ પાલિકા દ્વારા રેઢીયાળ પશુને સિંહ- દીપડાના શિકાર માટે ધરી દેવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે તાત્કાલીક ધોરણે યોગ્ય તપાસ કરી જવાબદાર મનપાના અધિકારી સામે કડકમાં કડક સજા કરવામાં આવે એવી ત્રણેય ગામના લોકો દ્વારા માંગણી કરાઈ છે. ઉપરાંત આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ૨૦૦ જેટલા લોકો ભેગા થઈને જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે તેમ જાણવા મળે છે. તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની કેટલ પાઉન્ડ શાખાના સુપરવાઇઝરે જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકને અડચણ અને રખડતા પશુઓને ડબ્બે પુરીને સરકારના નિયમ મુજબ સરકારમાંથી જે સહાય મળે છે તેવી ગૌશાળા તે પશુઓને છોડવામાં આવી રહ્યા છે. તેમના સ્ટાફ દ્વારા જૂનાગઢથી ૧૦ પશુઓને ડબ્બે પુરીને સાડીયા નેસ, રાધેશ્યામ ગૌસેવા ટ્રસ્ટ ખાતે મુકવા જતા હતા ત્યારે રસ્તામાં કરીયા ગામના સરપંચ સહિતના લોકોએ મનપાનું પશુ ભરેલ ટ્રેકટર અને બેલેરો જીપને અટકાવી દીધી હતી. આ બાબતે ફરજ રૂકાવટનો રિપોર્ટર મ્યુનિસપલ કમિશનરને કરવામાં આવશે અને તેમના નિર્ણય બાદ આગામી સમયમાં ફરિયાદ કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

error: Content is protected !!