ગુજરાતનાં તમામ મદ્રેસા અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરવા રાજયનાં શિક્ષણ વિભાગે જાહેરનામું બહાર પાડયું

0

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજય સરકાર દ્વારા હવે નવી કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે રાજયના તમામ મદ્રેસા અને તેમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે અને રાજયના સ્કુલ કમિશ્નર તથા પ્રાથમિક શિક્ષણના ડાયરેકટરને મદ્રેસા તથા વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. રાજયની મદ્રેસાઓની સંખ્યા તથા તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી શિક્ષણ વિભાગને આપવાની રહેશે.
કેન્દ્રના બાળ અધિકાર સુરક્ષા પંચ દ્વારા તમામ રાજયો પાસેથી મદ્રેસામાં અભ્યાસ કરતા બિનહિન્દુ બાળકો અને અનરજીસ્ટર્ડ મદ્રેસાઓની માહિતી માંગવામાં આવી હતી. તેના આધારે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આ નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે.
રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે, બાળ અધિકાર સુરક્ષા પંચના સરકર્યુલરમાં ગુજરાતમાં ૧૧૩૦ મદ્રેસા હોવાનું સૂચવાયું છે. રાજય સરકારને અન્ય કાર્યરત મદ્રેસાઓની માહિતી આપવા પણ કહેવામાં આવ્યું છે. રાજયની ૧૧૩૦ મદ્રેસામાંથી સૌથી વધુ ૧૮૦ મદ્રેસા પાટણમાં છે. જયારે અમદાવાદ શહેરમાં ૧૭૫ તથા અમદાવાદ જિલ્લામાં ૩૦ મદ્રેસાઓ નોંધાયેલી છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચ દ્વારા મદ્રેસા તથા તેમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા ઉપરાંત મદ્રેસા કઇ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, સરકારમાં રજીસ્ટર્ડ છે, બીયુ સર્ટીફીકેટ મેળવેલું છે અને ફાયર બ્રિગેડ વિભાગનું એનઓસી ધરાવે છે કે કેમ સહિતની અન્ય અન્ય વિગતો માંગવામાં આવી છે. રાજયના શિક્ષણ વિભાગે દરેક મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા પણ પંચને આપવાની રહે છે.

error: Content is protected !!