વંથલી માર્કેટીંગ યાર્ડ કેરીથી ઉભરાયું : ગત વર્ષ કરતા ૨૧ દિ’ વહેલી કેરીની સીઝન પૂર્ણ

0

તાલાલા ગીરમાં હવે કેરીની સીઝન અંતિમ તબક્કામાં છે અને ગત વર્ષ કરતા સીઝનના દિવસોમાં ઘટાડો થઈ શકે છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં એક માત્ર કેરીની હરરાજી જ થાય છે અને અહીંયા શરૂઆતમાં કેરીની ઓછી આવક થયા બાદ સમય જતાં આવકમાં સતત વધારો જાેવા મળતો હોય છે જાે કે આ વર્ષે બદલાતા વાતાવરણના લીધે આવકમાં ઘટાડો નોંધાયો છે. વાત કરીએ ગત વર્ષની તો કેરીની સીઝન ૬૩ દિવસ સુધી ચાલી હતી અને આ વર્ષે માત્ર ૪૮ દિવસમાં જ હરરાજી બંધ થઈ જશે અને હાલ એગ્રોના વેપારીઓ પણ નાની કેરીની ખરીદી કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.૭ જૂન સુધી માં કેરીની આવકની વાત કરીએ તો ૫૭૨૭૧૦બોક્ષની આવક નોંધાઇ હતી જ્યારે ગત વર્ષે આટલા દિવસમાં ૯૬૧૯૮૦ બોક્ષની આવક થઈ હતી. ગત વર્ષ અને આ વર્ષના ભાવના તફાવતની વાત કરીએ તો ગત વર્ષ કરતા ૩૨૫ રૂપિયાનો તફાવત જાેવા મળ્યો છે આ વર્ષે સરેરાશ ભાવ ૭૧૦ ની આસપાસ જાેવા મળ્યા હતા. તાલાલા બાદ હવે વંથલી, કેશોદ પંથકમાં કેરીની સીઝન શરૂ થઈ છે અને વંથલી મેંગો માર્કેટમાં કેરીની સારી એવી આવક જાેવા મળી રહી છે.

error: Content is protected !!