પતિ સામે લૂંટની ફરિયાદમાં તપાસ કરો યા ઇચ્છા મૃત્યુની મંજૂરી આપો

0

જૂનાગઢ નજીકના વિજાપુરના સરપંચ સામે થયેલી ૨,૦૦૦ની લુંટની ફરિયાદની ન્યાયિક તપાસ કરવા અથવા ઇચ્છા મૃત્યુંની પરવાનગી આપવા સરપંચના પત્નીએ એસપીને રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સેતલબેન પરેશ મોરવાડિયાએ જણાવ્યું હતું કે, મારા પતિ પરેશ મોરવાડિયા વિજાપુર ગામના સરપંચ છેે. તેમની સામે ૨૫ મેએ વરૂણ ચાવડાએ ૨,૦૦૦ની લુંટનો કેસ દાખલ કર્યો છે. મારા પતિ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે. તેમજ અનેક સામાજીક, ધાર્મિક કામોમાં લાખ્ખો રૂપિયાનું દાન પણ આપેલ છે. તેમ છતાં તેની સામે ૨,૦૦૦ની લુંટનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે ફરિયાદીની દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે કે કેમ? જાે કેમેરા લાગેલા હોય તો તેની તપાસ કરવામાં આવેલ છેે કે કેમ ? જાે સીસીટીવી કેમેરામાં લુંટના બનાવનું રેકોર્ડિંગ હોયતો તે આપવા માંગ છે. મારા પતિને સરપંચ પદેથી દૂર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ બનાવમાં ન્યાયિક તપાસ કરવામાં નહિ આવે તો મારે તથા મારા બાળકોને જીવવું મુશ્કેલ બની ગયું હોય મને ઇચ્છા મૃત્યુંની મંજુરી આપવા રજૂઆત છે.

error: Content is protected !!