જૂનાગઢ તા.૧૭
આ વખતનો શિયાળો ભારે કહર વર્તાવી રહ્યો છે. જૂનાગઢ અને સોરઠવાસીઓ જાણે હિમાલયમાં હોય તેવી સખ્ત ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કાતિલ ઠંડીનો દૌર આગામી ત્રણ થી ચાર દિવસ રહેવાની સંભાવના સાથે સમગ્ર સોરઠ પંથક અને શહેર ઠંડુગાર બની ગયું છે અને જનજીવન પ્રભાવિત થઈ ગ્યું છે.
આજે ગિરનાર પર્વત ઉપર ૩.૮ ડિગ્રી ઠંડી રહી છે અને ગિરનાર પર્વતીય ક્ષેત્ર ઠંડુગાર થઈ ગયું છે. ત્યારે જૂનાગઢમાં ૪ ડિગ્રી વધીને ૮.૮ ડિગ્રી ઠંડી નોંધાતા જનજીવનને અસર પહોંચી છે.
કયાં કેટલી ઠંડી ?
શહેર ડિગ્રી
અમરેલી ૩
નલીયા ૩.૪
ગિરનાર પર્વત ૩.૮
જૂનાગઢ ૮.૮
કેશોદ ૭.૬
વેરાવળ ૧૦.૪
જામનગર ૭.પ
પોરબંદર ૯.૧
દેવભૂમિ દ્વારકા ૮.૧
ગિર સોમનાથ ૯.૧
ભુજ ૮.૭
દિવ ૮.૮
સુરેન્દ્રનગર ૯.૦
રાજકોટ ૭.પ
અમદાવાદ ૧૦.૭
ગાંધીનગર ૯.૮
વડોદરા ૯.૮
ડિસા ૧૦.ર
વલ્લભ વિદ્યાનગર ૧૦.ર
ન્યુ કંડલા ૯.ર